જ્ઞાન જેવી પવિત્ર ચીજ જગતમાં કોઈ નથી.
જ્ઞાન એ આત્માનો સ્વાભાવિક ગુણ છે,એટલે કે જ્ઞાનનું મધ્ય બિંદુ આપણા પોતાના આત્મામાં જ છે,પણ તેની જાણકારી નહી હોવાને કારણે અંનેક પ્રકારની ગડમથલ ચાલી રહી છે,ગુરુ વિના જ્ઞાન નહી,તે વાક્ય જ મોટામાં મોટો ભ્રમ ઉભો કરે છે.આ ભ્રમને કારણે જ અનેક પ્રકારના બાહ્ય સાધનો જેવાકે કથા,વાર્તા ,સત્સંગ વગેરે અનેક સાધનો દ્વારા જ્ઞાન મેળવવા સતત પ્રયત્ન શીલ હોઈએ છીએ, જેમાં પુસ્તકો,શિક્ષકો ,દેશાટન દ્વારા અનેક વસ્તુઓના અવલોકન અને નિરીક્ષણ દ્વારા જ્ઞાન મેળવવા મથીએ છીએ, આનાથી આપણો માહિતીનો ખજાનો ભરપુર થાય છે,આપણી પાસે હકીકતો, બહારની માહિતીઓની,સામગ્રીઓ જરૂર એકત્રિત થાય છે, આપણે સારું માહિતી પૂર્ણ ભાષણ આપવા સક્ષમ બનીએ છીએ, ને સારામાં સારું માહિતી પૂર્ણ બીજાને આંઝી દઈએ તેવું ભાષણ આપીએ શકીએ છીએ, આ કામ આજના કથાકારો આજ મોટા પાયે કરે છે,ને તે દ્વારા નાણા એકઠા કરે છે,આ એક ધંધો છે,પણ તેઓ જ્ઞાન આપતા નથી એટલું સમજી લેવાની ખાસ જરૂર છે,તે તો બધા જ બાહ્ય માહિતી આપે છે,સાચું જ્ઞાન આપતા જ નથી ,જ્ઞાન જગતમાં કોઈ આપી શકે જ નહી, તેતો પોતાએ પોતાના અંતરમાંથી શોધવું પડે છે, એ રસ્તા ઉપરથી મળતું જ નથી ,
માણસ જ્યારે બહિર્મુખરતા છોડી અંતરમુખી બને છે, આમાં આગળ વધતા વધતા પોતાની અંદર રહેલ સુક્ષ્મ શરીરની કેટલીક શક્તિઓ ધ્યાન યોગની સાધના દ્વારા જાગ્રત કરે છે, ત્યારે તેનામાં વિશ્વ દ્રષ્ટિ એટલે કે વિશાળતા,અને અભયતા ખીલે છે,તેથી મોહ ઓછો થાય છે, ને દૂરની કેટલીક વસ્તુઓ સહેલાઈથી જોઈ શકાય છે, આ પણ જ્ઞાનનો એક ભાગ છે, પણ તે સાચું જ્ઞાન,કે પ્રજ્ઞા નથી, અને જ્યાં સુધી સાધનામાં પુરેપુરી નીર્વીચારતા, ઈચ્છા,અને અહંકાર રહિતતામાં, સ્થિર થવાય નહી, ત્યાં સુધી પ્રજ્ઞા પ્રગટે નહી, આમ પ્રજ્ઞા પ્રગટે નહી ત્યાં સુધી માણસને ખરી પરમ શાંતિ,કે આનંદ મળી શકે જ નહી, એટલે નીર્વીચારતા એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પાયો છે..
જેમની સાધના દ્વારા વિશ્વ દ્રષ્ટિ એટલે કે વિશાળતા ખીલેલી છે, તેવો સાધક સુક્ષ્મ ભુવનો અને તે પરના માણસો અને વસ્તુઓ સબંધે જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ તે સિધ્ધિઓને ખરી શાંતિ,સુખ અને આનંદ સાથે જરા પણ સબંધ નથી, એટલું બરાબર સમજી લેવા જેવું છે,
સાધક યોગ સાધના દ્વારા પુરેપુરી આંતર પ્રતિભા ખીલવે જ નહી ત્યાં સુધી આત્મ દર્શન અશક્ય જ છે.આત્મજ્ઞાન થાય જ નહી, ત્યાં સુધી બધામાં રહેલા એક જીવનનો તેને અનુભવ થાય જ નહી ,ત્યાં સુધી જીવનમાં ભેદ ભાવ ,રાગદ્વેષ,અહંકાર વગરે મનમાં રહ્યા જ કરેછે, ત્યાં સુધી અશાંતિ,દુખ ,ચિંતા ઉદ્વેગ તનાવ શોક અને મોહ પણ ચાલ્યા જ કરે, સાચું સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય જ નહી,
સાધકમાટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ માત્ર ને માત્ર આંતર પ્રતિભાની જાગૃતિ જ છે,આ જાગૃતિ પ્રાપ્ત કરવા માટે મનની અને હૃદયની પૂર્ણ રૂપે એકતાની જરૂર પડે છે ,અને આ ધ્યાન યોગની સાધના દ્વારા જ એકતા પ્રાપ્ત કરી શકાય છે,
સાધકના જીવનમાં આંતર પ્રેમ અને જ્ઞાનનાં ડહાપણ ભર્યા મિશ્રણમાંથી ક્યારેક આંતર પ્રતિભા પ્રગટે છે, ત્યારે સાધકને સર્વ પ્રાણીઓમાં એકજ જીવન રહેલું છે, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે, ત્યારે તે તમામને ચાહવા માંડે છે. વનસ્પતિને પણ બાથમાં લે છે, અને ઝાડને પ્રેમ કરવા માડે છે, આમ નિસ્વાર્થ પણે અનાસક્ત ભાવે,પ્રબળ રીતે સજીવ અને નિર્જીવને ચાહવા લાગે છે, જેમ જેમ સાધક બીજાઓને ચાહવા લાગે છે, તેમ તેમ બીજા પ્રત્યે દિલસોજી,સહાનુભુતિ,દયા, કરુણા વગેરે ભાવો વ્યક્ત કરતો થઇ જાય છે, તેમ તેમ બીજાઓને વિશેષ સમજતો જાય છે, ને બીજાના સબંધે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પોતાનામાં અને તેનામાં કોઈ ભેદ નથી, તેવી પ્રતીતિ કરે છે, અને તમામ પ્રકારના દ્વેતથી મુક્તિ પ્રાપ્ત કરે છે, ને અદ્વેતમાં સ્થિર થાય છે,આથી પછી મારામા રહેલો આત્મા એજ બીજામાં પણ એજ આત્મા બિરાજે છે, તેની પ્રતીતિ કરે છે,
આમ સાધકના જીવનમાં જ્ઞાન પ્રેમને પ્રગટાવે છે ,અને પ્રેમ જ જ્ઞાનમાં વૃધ્ધિ કરે છે , અને જ્ઞાન અને પ્રેમના ડહાપણ ભર્યા મિશ્રણ માંથી જ સાધકમાં આંતર પ્રતિભા ખીલે છે ,એ જ સાધકને સત્યનાં માર્ગે દોરે છે, અને સત્યનું આચરણ કરતો કરે છે, અને આ રીતે સત્યનાં માર્ગ દ્વારા જ પરમ તત્વ સુધી પહોચી જાય છે,ને અનુભૂતિ કરી શકે છે ,જે જીવનની સિદ્ધિ છે,આનાથી મોટી અને મહાન કોઈ સિદ્ધિ જગતમાં નથી.
જગતના બધા જ ધર્મો,સંપ્રદાયો,અને પંથો વગેરેના અને ,જગતના બધાજ નીયમો કરતા તેમજ બધી જ બાહ્ય સત્તાઓ કરતા ,સાધકની આંતર પ્રતિભાનો અવાજ ,શક્તિ અને સમજ પ્રબળ હોય છે, આમ જોવા જઈએ તો આ સાધકના શુધ્ધ થયેલા મન ,બુદ્ધિ અને વાસના દ્વારા શુધ્ધ આત્માનો અવાજ હોય છે, જે પૂરે પૂરો પવિત્ર અને શુધ હોય છે, અને તેમાં સત્યનો રણકાર હોય છે ,આવા આત્માના અવાજ ને સાંભળી ને સાધક જીવનમાં ચાલતો હોય છે. તેથી તેમનું વર્તન વ્યવહાર અને આચરણ શુધ્ધ જ હોવાનું, તેમનું કોઈપણ કર્મ તેને બાંધી શકશે નહી ,અને તેનાથી કોઈ પાપ કૃત્ય થશે જ નહી ,કારણકે તેનામાં જ્ઞાન અને પ્રજ્ઞા પદાર્પણ થયેલ છે.જ્ઞાની માણસના હાથે કોઈ અધટીત કૃત્ય જગતમાં થતું જ નથી, જગતમાં જે કાંઈ અધટીત કૃત્ય થાય છે, તે તમામ અજ્ઞાન દશામા જ થતા હોય છે, તે જગતનો શાશ્વત નિયમ છે.
આમ સાધક પોતાના આત્માના અવાજ પ્રમાણે જ ચાલે છે, જેથી તેના સમગ્ર જીવનમાં પરિવર્તન થવા માંડે છે.આવો સાધક છેવટે પૂર્ણ રૂપે સ્વાશ્રયી બને છે,અને પોતાના જ આત્માના પૂર્ણ જ્ઞાનને અનુભવે છે.અને પછી તેનું સમગ્ર જીવન પણ તેમણે પ્રાપ્ત કરેલા જ્ઞાન પ્રમાણે વિશ્વ પ્રેમ અને વિશાળતા ધારણ કરે છે.સ્વાર્થ મોહ વગેરેથી મુક્ત થાય છે, પછી તો વસું ધેવ કુટુંબ કમ પ્રમાણે જીવે છે,
જગતના તમામ જ્ઞાની પુરુષોએ ,પછી ક્રષ્ણ હોય,મહાવીર હોય ,ઈશુ હોય ,મહમદ હોય જરથુસ્ત હોય, બુદ્ધ હોય કે પછી ચાલુ જમાનાના અરવિંદ હોય કે રામ તીર્થ હોય સો એ સ્વાશ્રયનો આજ પાઠ શીખવ્યો છે,ને પ્રજ્ઞા પ્રાપ્ત કરવા પર જોર દીધું છે ,અને આજ સત્યનો માર્ગ છે, આ સીવાય કોઈ મહાજ્ઞાની પુરુષે બીજું કાઈ કહ્યું જ નથી,બધાજ એ વાત પર સંમત છે, કે જાતને જાણો ને તેમાં જ સ્થિર થાવ ત્યાં જ શાંતિ છે.,
આપણે અજ્ઞાનમાં જીવીએ છીએ, જેથી વાદ વિવાદથી નવરાજ થતા નથી,અને મારી વાત જ સત્ય છે, બીજાની વાત પણ સત્ય હોય શકે, તે સ્વીકારવા જ તેયાર નથી, આજ અજ્ઞાન છે, અધર્મ છે, એટલેજ પરમ શાંતિ સુખ ને આનંદ મેળવી શકતા નથી.,
જગતનો કોઈ સત્ય ધર્મ અંધ શ્રધ્ધા કે અંધ વિશ્વાસ ને ટેકો આપતો જ નથી ,સત્ય ધર્મના માર્ગે ચાલનારે સત્યનું વહન સો ટકા કરવું જ પડે, સત્ય ધર્મના સાચા માર્ગને અનુસરવું અને ખોટા અને બેહુદા ધર્મના રીત રીવાજો અને માન્યતાઓ સામે અવાજ ઉઠાવવો તેમાંથી બહાર નીકળવું તેમાં સાહસની જરૂ ર પડે છે, સત્ય .ધર્મ બીકણ અને ભય ભીતો માટે નથી, સત્ય ધર્મતો જીવનના પડકારોને સ્વસ્થતા પૂર્વક સ્વીકાર કરે ને જીવનમાં સ્વસ્થતા પૂર્વક રસ્તાઓ શોધી આગળ વધે તેવા હિંમતવાન માટે જ છે. જેઓ જીવનથી ભાગતા નથી, ડરતા નથી, અને જાગૃતિ અને પૂર્ણતા પ્રાપ્ત કરીને જીવે છે, તેમને માટે જ સત્ય ધર્મ છે,આવી વ્યક્તિને સત્ય ધર્મનું આચરણ વરદાન સાબિત થાય છે,ને જીવન પ્રફુલ્લિત બને છે..
જીવનનો દરેક બનાવ આપણને અનુભવ આપી આપણા જ્ઞાનમાં વૃદ્ધિ જ કરે છે ,કર્મ જ જ્ઞાન પ્રાપ્ત કરવાની પાઠશાળા છે,વિચારોનું પરિવર્તન એ નિર્બળતાનું નહી પણ પ્રગતિનું ચિહ્ન છે, જે સાધક બીજાના દબાણથી કે બીજાની વસ્તુ સારી લાગવાથી કે બીજાના પર આધાર રાખીને જે પોતાના વિચારો વર્તનો, વ્યવહારો, અને આચરણો બદલે છે, તેવો સાધક કદી પણ પ્રગતી કરી શકતો જ નથી,.આ જગતનો શાશ્વત નિયમ છે,
બીજાનું સત્ય ગમે તેટલું સુંદર સારું લાગતું હોય તે આપણું સત્ય કદી બની શકે જ નહી આપણું. સત્ય આપણે આપણા માંથી શોધવું જ પડે તે જ આપણું સત્ય બને ને તે જ આપણી પ્રગતી કરાવી શકે.તે જગતનો શાશ્વત નિયમ છે,બીજાનું સત્યતો ઉડા કુવામાં ઉતારે ને દોરડું કાપી નાખે. .
જેમ જેમ આપણા વિચારો બદલાય તેમ તેમ ભૂતકાળના વિચારો સાથે વર્તમાનના વિચારો અસંગત થાય બંધ બેસતા ન થાય ,તે સ્વાભાવીક પ્રક્રિયા છે ,જેમ જેમ સાધક આગળ વધે છે તેમ તેમ તેનું દ્રષ્ટિ બિંદુ બદલાય જ છે, એક સમયે જે મહત્વની લાગતી વસ્તુ અત્યારે ગોણ લાગવા માડે છે, અને તેથી હાલના સત્યની અપેક્ષાએ એ વસ્તુ અસત્ય જેવી લાગવા માડે છે ,અને હાલ જે સત્ય લાગે છે, તે પણ જ્ઞાનની વૃદ્ધિ થતા અસત્ય લાગેતો આશ્ચર્ય નહી ,
જે સાધક પોતાને સાધના દ્વારા મળેલ આંતર જ્ઞાન પ્રમાણે જીવન જીવે છે, તેને વિશેષ જ્ઞાન પણ સત્યના આચરણ દ્વારા પ્રાપ્ત થતું જ રહે છે, ,કારણ કે જ્ઞાન એ આત્માનો મૂળ સ્વભાવ છે ,અને જ્ઞાન સમાન પવિત્ર વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી .જ્ઞાન પોતે જ પવિત્ર હોય સાધકોને આપો આપ પવિત્ર શુધ્ધ બનાવે જ છે.આવું નિર્મળ જ્ઞાન આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા સો પ્રયત્ન શીલ થઈએ એજ હ્રદયની
------------------------------------------------------------------------------------------------------------
જીવનને ધન્ય કેમ બનાવશો
માનવ જીવન મળ્યું છે, તે આત્મ સુખ પ્રાપ્ત કરવા, પણ આપણને જીવન જીવતા જ આવડતું નથી, અજ્ઞાનમાં જીવીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરતા આવડતું નથી ,આમ બહિર્મુખી થઈને જીવીએ છીએ,અંતર્મુખી થતા આવડતું નથી, બાહ્ય ભક્તિ દેખાવ પુરતી દંભ યુક્ત કરીએ છીએ, અંતરથી અન્યોન્ય ભક્તિ કરતા આવડતી નથી,બધી જ ભક્તિ સ્વાર્થ યુક્ત જ હોય છે, નિસ્વાર્થ ભક્તિ કરતા આવડતી જ નથી, જીવનમાં બધા જ વ્યવહારો અશુદ્ધ બુધ્ધીથી કરીએ છીએ. શુંધ્ધ બુધ્ધીથી વ્યવહાર કરતા જ નથી,જીવનમાં તમામ વ્યવહારો અને આચરણ અસત્ય રૂપ જ હોય છે,, સત્યતા પૂર્વક કરતાજ નથી ,બધાજ સ્વાર્થ યુક્ત વ્યવહારો હોય છે, નિસ્વાર્થ પણે જીવતા જ આવડતું જ નથી,તમામ જીવન આસક્તિ યુક્ત જ હોય છે, અનાસક્ત ભાવમાં જીવતા જ આવડતું જ નથી, બધી જ વસ્તુનો ઉપભોગ કરીએ છીએ, ઉપયોગ કરતા આવડતું જ નથી, ટુકમાં શુધ્ધ બુદ્ધિ કરી શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર જીવતાજ આવડતું નથી, માટે જ સત્યને જાણતા જ નથી, જેથી જીવન ભર સંતપ્ત,દુખિત,નિરાશ, હતાશ,ઉદ્વેગ યુક્ત જીવન જીવીએ છીએ, ને મૃત્યુને ભેટીએ છીએ, અને વાસના ઈચ્છા અને કામના અધુરી રહી જતા ફરી જન્મ ફરી મૃત્યુના ચક્રમાં ફર્યાજ કરીએ છીએ,ક્યાય શાંતિ ,સુખ પ્રાપ્ત કરી શકતા જ નથી.ખરે ખર તો શાંતિ પ્રાપ્ત કરવા જ આપણે આ સંસારમાં આવ્યા છીએ,શાંતિ આપણો મૂળ ભૂત સ્વભાવ છે, જો આપણ ને આત્માને ઓળખતા આવડી જાય ને તેમાં સ્થિર થઈને જીવીએ તો જ શાંતિ સુખ પ્રાપ્ત થાય, શાંતિ સુખ અંદર છે, ને આપણે બાહ્ય પદાર્થમાંથી બાહ્ય શોધીએ છીએ, જ્યાં વસ્તુ છે જ નહી ત્યાં શોધવાથી કદી વસ્તુ પ્રાપ્ત થાય જ નહી,એટલી પણ આપણને ખબર નથી ,સુઝ નથી,અંતર દ્રષ્ટિ નથી,
સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત કરવાનો જગતમાં એક જ રસ્તો છે ,તે રસ્તાથી અજ્ઞાન છીએ, જો આ રસ્તાની બરાબર જાણકારી મળી જાય તો જ સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત થાય, તે છે આત્માને ઓળખો ને તેમાં સ્થિર થાવ ત્યાજ સુખ,શાંતિને આનંદનો ખજાનો છે, બાહ્ય તો દુ:ખનાં ડુંગરા જ છે,આપણે આપણા સત્યને આપણા જ અંતરમાંથી શોધીને તે પ્રમાણે જીવતા જ નથી, ને બીજાના સત્ય પ્રમાણે જીવી એ છીએ, જેથી શાન્તી શાંતિ સુખ પ્રાપ્ત થતા જ નથી,
ગુફાઓમાં,વનમાં,એકાંત વાસ કરવો ને સંસારથી દુર રહેવું એટલે કે બહારના વાતાવરણમાં ફેરફાર કરવો એ વસ્તુત: આધ્યાત્મિક સત્યની શોધની અનિવાર્ય જરૂરીયાત નથી, તેતો દંભ યુક્ત વ્યવહાર છે, એટલે કે સંસારથી ભાગવાથી કાંઈ પ્રાપ્ત થાય જ નહી, પણ સંસારમાં જાગૃતિ પૂર્વક જીવવાથી જ શાંતિને બધું જ પ્રાપ્ત થાય છે ,એટલે કે સત્યની શોધ તત્વત: તો પોતાના અંત:કરણમાં જ કરવાની છે ,ટુકમાં બાહ્યાચારો માંથી મનને ખેચી લઈને અંતર્મુખી થવાની જરૂર છે, ને નિયમિત ધ્યાન યોગની સાધના કરવી આવશ્યક અને જરૂરી છે, ને આંતરિક મળો થી મુક્ત થાવાની જરૂર છે, ને આત્માને જાણી તેમાં સ્થિર થવાની જરૂરીયાત છે.અને અહંકાર ને રાગદ્વેષ ઓગાળવાના છે,ને સહજતા, સરળતા અને સત્યમાં સ્થિર થવાનું છે, ને અંતરમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એજ બ્રહ્મ છે, પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ છે,પરમ આનંદની અવસ્થાછે, આમ આત્માંનાં એક્યનું જ્ઞાન,એ જ બ્રહ્મ જ્ઞાન છે,જ્ઞાનની પ્રાપ્તિ છે ,
આ રીતે પરમતત્વ પરમાત્મા રૂપ આપણો અમર આત્મા તેને સર્વ ભૂતોમાં વસેલા સ્વયં આત્મા સાથે એક રૂપ પણે ઓળખવો અને તેમાં સ્થિર થવું એજ સાચું જ્ઞાન છે,બ્રહ્મની પ્રાપ્તિ છે,.માણસ આસક્તિ યુક્ત કર્મથી બંધાય છે, ને અનાસક્ત કર્મના જ્ઞાનથી મુક્ત થાય છે, જ્ઞાન જેવી પવિત્ર ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી, આવું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવવું એજ જીવન, જ્ઞાન રૂપી અગ્નીમાં સર્વ કર્મ ભસ્મ થઇ જાય છે ,ને શુધ્ધ થઇ જવાય છે. ,શુધ્ધતા એજ જીવનની સિદ્ધિ છે ,જે માણસ હું બ્રહ્મ છું તે જાણે છે, તેમાજ સ્થિર છે, તેજ અમૃત બ્રહ્મ છે,.આનું નામ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જે માણસે સર્વ જીવોમાં જે આત્મા છે, તેજ મારો આત્મા છે, તે જાણ્યું તેજ મોક્ષનો અધિકારી બને છે, ,આમ જ્ઞાનથી જ અમૃત પ્રાપ્ત થાય છે.આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેજ આ સંસારમાં આવ્યા છીએ,
આપણો આત્મા અજન્મા છે, નિત્ય છે ,શાશ્વત છે અને સત્ય છે ,શરીરના મૃત્યુથી તે મરતો નથી ,તે એટલો બધો સુક્ષ્મ છે, પચ તત્વોની અસરથી તે સાવજ અલિપ્ત છે ,તે અવ્યય અને સર્વ વ્યાપક અદ્વિતીય અને વિશ્વવ્યાપી છે, આવા આત્માને જાણવો એજ આપણો ખરેખર ધર્મ છે ,જો આ ધર્મ જ ન બજાવીએ તો દુખ સિવાય બીજું હાથમાં શું આવે ? આત્મા સ્વયં પ્રકાશિત છે, ,અગ્નિ તેને પ્રકાશી શક્તિ નથી, એવો આત્મા છે, આ આત્માને જાણી તેમાં સ્થિર થવાથી જ સુખ શાંતિ ને પરમ આનંદ પ્રાપ્ત થાય છે.
આવું સનાતન સત્ય એ જ દેહીનું ખરું સ્વરૂપ છે, મરણ અને રોગને આધીન એવું સ્થૂળ શરીર અથવા ગુણોને આધીન એવું મન કે ઈન્દ્રીઓ નહી, આવા શુધ્ધ સાત્વિક અને પવિત્ર આત્માના સ્વરૂપનું ધ્યાન , ધ્યાન યોગ દ્વારા ઉડું ચિંતન મનન અને નીદી ધ્યાસન કરી મન બુદ્ધિ અને વાસના.શુદ્ધ કરી જીવનને ઉર્ધ્વગામી બનાવી જીવન પરત્વેની દ્રષ્ટિ શુધ્ધ,સાત્વિક અને પવિત્ર અને ઉન્નત બનાવી અને આપણા નેતિક આધ્યાત્મિક વિકાસને ગુગળાવનારા મોહ ,મમતા,તૃષ્ણા,રાગદ્વેષ ,અહંકાર, ઈચ્છા, કામના, વાસના વગેરેથી મુક્ત થઇ અથવા નિયંત્રિત કરી આપણા સમસ્ત જીવનને અખંડ જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ એજ જીવન જીવવાની સાચી રીત છે ,આ રીતે જીવતા જીવતાજ મોક્ષ સુધી પહોચી શકાય છે, જે આપણો ધ્યેય છે, ત્યાં પહોચાતા જ જીવન ધન્ય બની જાય છે,
જે સાધક આ આત્માની નિર્ગુણ અને સર્વોપરી સત્તાને ઓળખે છે, જાણે છે તેઓ આ માયાવી જીવનમાં ફરી આવતા જ નથી, કારણકે તેઓ મનના સર્વ દોષોને ધ્યાન યોગની સાધનાથી જીતીને શુધ્ધ સ્થિતિ પ્રાપ્ત કરે છે, જેથી તેઓ ઈચ્છામુક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, જેથી તેનામાં કામના વાસના ઈચ્છાનો અંશ બાકી રહેવા પામતો નથી, માટે તેઓ મુક્તિ પ્રાપ્ત કરે છે..જ્યારે માણસની ઈચ્છા,કામના વાસના બાકી રહી જાય છે, ત્યારે જ તેને પૂર્ણ કરવા નવો જન્મ થાય છે, આમાં ઇચ્છા જ બાકી નહી રહેતી હોવાથી નવો જન્મ થતો નથી તેને જ અમૃતની પ્રાપ્તિ કહેવામાં આવે છે,
જ્યાં સધી સાધના દ્વારા સત્યની ઝાંખી થાય નહી, ત્યાં સુધી શ્રધ્ધાવાન સાધકે જીવનમાં સુક્ષ્મ વાસના, કામના, ઇચ્છા વગેરેનાં સુક્ષ્મ તરંગોને વશ નહી થતા જીવનમાં સત્ય અને નેતીક્તાના આદેશોનું પુરેપુરી નિષ્ઠા પૂર્વક સત્યના આધારે પાલન કરવું જોઈએ. ટુકમાં સત્યથી જરા પણ વિચલિત થવું નહી, ,
જે માણસ સત્ય રૂપી કર્તવ્યની ભાવનાને ત્યજીને પોતાની વાસના કામના ઈચ્છા વગેરેની દોરવણીથી કર્મો કરે છે, છતાં જીવનમાં શાંતિ,સુખ ને આનંદ મેળવવાની આશા સેવે છે, તેઓ તો ભ્રમમાજ જીવે છે. કારણકે વાસના કામના,ઈચ્છા વગેરે કદી પણ કોઈની પુરી થતી જ નથી,થવાની શક્યતા પણ નથી ,કારણકે જેમ જેમ વધારે ને વધારે તેને પોષે છે, તેમ તેમ તેની ભૂખ વધારે ને વધારે જાગૃત થતી જાય છે .આ રીતે અતૃપ્તિ અને અપૂર્ણતાની નિત્ય નિરંતર વધતી જતી વેદના જેને પરિણામે ઇચ્છાઓની,કામનાઓની અને વાસનાઓની વગેરેની દેખીતી જ તૃપ્તિ થાય છે,જે આભાસી હોય છે, પણ ખરેખર તૃપ્તિ હોતી નથી ,તેને કારણે તે સદાય દુખી ને અસંતોષી જ રહે છે ,આવા માણસમાં આત્મ કામનાનું સુખ હોતું જ નથી ,જેથી સતત તનાવમાંજ જીવતા હોય છે,દુ:ખી હોય છે ચિંતાથી ધેરાયેલા જ હોય છે, પરમ સુખ શું છે? તેની ગતાગમ જ હોતી નથી, અને આખું જીવન તનાવ ગ્રસ્ત હોય છે. પરમ શાંતિ પ્રાપ્ત થતી જ નથી ,
જીવનમાં જે સાધક સર્વે નાશવંત પ્રાણીઓને વિષે અવિનાશી પરમાત્મા સમ ભાવે રહેલો છે, તે જાણે છે તેજ સત્યને પરમતત્વ પરમાત્માને ઓળખી શકે છે, તેજ પરમ શાંતિ સુખ પામે છે, આ શાશ્વન નિયમ છે,
હૃદયમાં આત્માથી અભિન્ન પણે વસતા અદ્વિતીય પરમ તત્વ પરમાત્માનું જ્ઞાન અને તેનું દર્શન અને તેનામાં તત્વત: પ્રવેશ કેવળ ને કેવળ અંત:કરણ પૂર્વક અન્યોન્ય ભાવથી ભક્તિ કરનાર અથવા ,ધ્યાન યોગની શુધ્ધ બુદ્ધિથી સાધના કરનાર.અથવા નિષ્કામ,ભાવથી ફલાષા છોડીને કર્મ કરનાર અથવા જ્ઞાન યોગની સાધના અંતરથી કરનાર આમાંની કોઈ પણ એક સાધના શુદ્ધ બુદ્ધિ અને શુધ્ધ મન થી કરી ને અથવા તમામ સાધના પદ્ધતિમાંથી સારા તત્વો લઈને તેનો સમન્વય અથવા સંકલન કરીને ધ્યાન યોગની સાધના કરીને અને સાથે સાથે અવિચળ શ્રધા મનમાં હોય અને મન બુદ્ધિ અને વાસના શુધ્ધ હોયતો જ આવી સાધના દ્વારા પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ કરાવી શકે છે,ટૂંકમાં કોઈ પણ સાધનામાં સત્યતા અને શુધ્ધ બુદ્ધિની જરૂર પડે છે, તે સિવાય સિદ્ધિ હાથ વગી થાય જ નહી ,આ કોઈ પણ સાધનાનો પાયાનો સિદ્ધાત છે, આ પાયાને ધ્યાને લઈને જ સાધના કરનાર જરૂર અનુભૂતિ કરી જ શકે છે,ટૂંકમાં ઉત્કટ શ્રધ્ધા વિના કોઈ પણ દ્રઢ સાધના થઇ શક્તિ જ નથી એટલું બરાબર સમજી લેવા જેવું છે,
માણસનો નો સ્વભાવ એવી રીતે બંધાયેલો અને ધડાયેલો હોય છે, કે તેને એક યા ઈજા પ્રકારની શ્રધ્ધાની જરૂર પડે જ છે, તેના કર્મો સારા યા ખરાબ હોય પણ શ્રધ્ધા પર નિર્ભર હોય છે. ને આવી કોઈ ભૂમિકાના આધાર પર જ માણસ ચાલતો હોય છે ,પછી તેનામાં અજાણ પણે આવી શ્રધ્ધા ઉગી હોય અથવા અજાણ પણે આવી શ્રધ્ધામાં તે બંધાઈ ગયો હોય તેથી તે સ્પષ્ટ પણે માનતો હોય છે, કે પેસા અને એહિક લાભ તેને સુખ આપશે, તેમ માની તેના જીવનનો વ્યવહાર અને નિયમન કરતો હોય છે, તે પોતાની શુધ્ધ બુદ્ધિથી વિચારીને શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર ચાલતો હોતો નથી, જેથી તે કદી પણ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. સત્ય રૂપા શુદ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર ચાલવાથી જ શાંતિ સુખ પ્રાપ્ત થાય છે.એ શાશ્વત નિયમ છે .
કેટલાક માણસો પોતે પોતાની રીતે શુધ્ધ બુદ્ધિથી સ્વીકારેલા પોતાના આધ્યાત્મિક આદર્શોને સમર્પણ કરેલું જીવન સત્ય રૂપે જ જીવતા છે, અને પોતાના આદર્શોમાં પૂરી શ્રધ્ધા હોય છે ,અને તેમાજ તન્મય થઈને નિસ્વાર્થ ભાવે કર્મો કરતા હોય છે,અને અનાસક્ત ભાવમાં સ્થિર થઈને જીવન જીવતા હોય છે, તેઓ પોતાના પરમ શાંતિનો અહેસાસ કરી જ શકે છે.ને પ્રસન્નચિત્તે વિવેક સાથે જીવન જીવતા હોય છે.તેઓ ટોટલી આસક્તિથી મુક્ત હોય છે જેથી પરમ સુખી હોય છે ,.
કેટલાક માણસો પોતાના જીવનના ચોક્કસ આદર્શોના નિષ્ઠા પૂર્વક સેવનમાં ઉત્કટ શ્રધ્ધા હોવાથી બીજી કોઈરીતે વશ ન થાય તેવું ચંચલ મન અને બંડખોર ઈન્દ્રીઓ ને ખુબજ સહેલાઈથી વશમાં કરી શકે છે તેથી ઉલટું સાધકના આધ્યાત્મિક અંતરના પ્રયાસોમાં તરવરતી આવી જીવંત શ્રધ્ધાની કસોટી તેણે મન અને ઈન્દ્રીઓ પર મેળવેલા નિગ્રહ પરથી જ થાય છે, તીવ્ર શ્રધ્ધા દ્વારા સાધક જીતેન્દ્ર બનેલો હોય છે. તેને આત્માના સ્વરૂપનું સાચું સુખ પોતાના અંત:કરણમાં જ છે, એવી શુધ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તે પરમ સુખ અનુભવી તે શીધ્ર પરમ શાંતિ પ્રાપ્ત કરે છે,. ,.
આવા જે પરમ ધ્યાન યોગીઓ અંત:કરણ પૂર્વક પરમાત્માને પ્રેમ પૂર્વક ભજે છે તેઓને શુધ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ અન્યોન્ય અંતરના ભાવ સાથેની અંતરની ભક્તિ વિના કે ધ્યાન યોગની સાધના વિના બુદ્ધિ શુદ્ધ થવી અશક્ય છે, અને શુધ્ધ બુદ્ધિ વિના પરમાત્માનો અનુગ્રહ મેળવી શકાય નહી, જો પરમાત્માનો અનુગ્રહ હોય તોજ આપણો પ્રયત્ન સફળ થાય છે. અને પરમ તત્વ પરમાત્માની અંતરમાં અનુગ્રહ થાય છે,ટુકમાં સત્યના રસ્તે અંતકરણ પૂર્વક સાધના દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ..
જીવન સંગ્રામમાં પ્રપતી શું છે અને જીવનમાં શા માટે જરૂરી છે તે જેમણે જાણ્યું તેણે આ જીવનનો સંગ્રામ જીતી લીધો જાણવું. ,મંદ શ્રધાળું અને અશુદ્ધ બુદ્ધિવાળા નહી પણ પૂર્ણ શ્રધ્ધા અને નિષ્ઠા રૂપી અભેદ્ય કવચ ધરો જ પ્રપતી કરી શકે છે, જીવનમાં પ્રપતી વિના જીવનમાં એકેય સદગુણ પ્રાપ્ત થતો નથી, થઈ શકતો જ નથી અને જો પ્રપતી હોયતો બીજા બધાજ સદગુણો આવી જ મળે છે.જેવી રીતે અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર શુધ્ધ દ્રષ્ટિને અને શુધ્ધ બુદ્ધિને ઢાકી દે છે,અને માણસને અંધકાર અને વિનાશને પંથે ધસડી જ જાય છે, તેવીજ રીતે વિવેક જન્ય શુધ્ધ બુદ્ધિ સાથે પ્રપતી બુદ્ધિયોગ પ્રદાન કરે છે, એટલેકે માણસ શુધ્ધ બુદ્ધિ ધારણ કરે છે,ને તેના જ નિર્ણય અનુસાર અનુસરણ કરે છે, જે સત્યનો જ રસ્તો હોય છે ,અને સત્યના રસ્તે જ પરમ તત્વ પરમાત્મા પ્રાપ્ત થઇ શકે છે , ને આવી શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર ફલાષા છોડીને નિષ્કામ કર્મ કરે છે, જેથી સિદ્ધિ હાથવગી થાય છે, એટલેકે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને મોક્ષ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ તેજ આત્મા અને આત્મા સાક્ષાત્કાર છે અને તેજ મોક્ષ છે.
જીવનમાં વિવેક દ્વારા જિજ્ઞાસુ માણસને આત્માનું જ્ઞાન થાય છે , દેહીને ઈન્દ્રીઓ ,મન,બુદ્ધિ રૂપી સાધનો મળેલા છે , પરંતુ દેહી પોતે તે તમામ સાધનો થી પર છે ,આપણી ઈન્દ્રીઓ ખરે ખર બળવાન છે .પણ આત્મા ઈન્દ્રીઓ મનબુદ્ધિ કરતા અતિશય વધારે બળવાન છે, આ જાણવું એનો અર્થ એવો તો નથી કે અહંકાર કરવો ને અહંકારી બનવું પરંતુ તેનો અર્થ એવો સ્પષ્ટ છે કે પ્રપન્ન થઈને શુધ્ધ બુદ્ધિથી પર થઈને અમનમાં સ્થિર થઇ ને પરમ તત્વ પરમાત્માની શોધ કરવી,સત્યની અનુભૂતિ પ્રાપ્ત કરવી ,માણસ આખું જગત મેળવે અને જો જ્ઞાન પ્રાપ્ત ન કરેતો તે પણ તે ખોટનો ધંધો છે ,
આથી માણસે ઇન્દ્રિયો ,મન અને બુધ્ધથી પર થઈને અમનની પ્રાપ્તિ કરીને નીર વિચારમાં સ્થિર થઈને જ્ઞાન મેંળવવા અંતરથી પ્રયાસ કરવો જોઈએ .આ માટે ધ્યાન યોગની સાધના ઉત્તમ છે, તે નિષ્ઠા પૂર્વક કરવી જોઈએ આપણા પોતાના સત્યને સાથે રાખીને કરવી જોઈએ, આ સાધના દ્વારા વાસનારૂપી ,કામના રૂપી અહંકાર રૂપી અને રાગદ્વેષ રૂપી આપણા જ પોતાના મહાન શત્રુઓને કાબુમાં લેવા જોઈએ.જો આ સાધના દ્વારા કરી શકીશું તો આ જીવન દરમિયાન જ મહાન થી મહાન સિદ્ધિ હાથ વગી થશે તેમાં કોઈ શંકા જ નથી ,પરંતુ વાસના,કામના,વગેરે ભારે લલચાવનારા સ્વરૂપો ધારણ કરી આપણને સત્યના માર્ગથી ચલિત કરે છે, અને સુખી કરવાનો માત્ર દેખાવ કરે છે,આભાસ ઉભો કરે છે, અને આપણને ઇન્દ્રિયોના ગુલામ બનાવી દે છે ,નિર્દોષ અને ઉપરથી ઉદાત્ત દેખાય તેવી લાગણી પેદા કરીને, વાસના અને કામના વગેરે ભલભલા ચતુર માણસોને અવળે માર્ગે ચડાવી દે છે. આમ દગાબાજ મિત્રની જેમ આપણને વિનાશ તરફ ધસડી જાય છે, આને માત્રને માત્ર આપણા આત્મા જોડેનો સંપૂર્ણ યોગ એટલે કે જોડાણ કરવાથી જ કામના વાસના વગેરેને જીતી શકાય છે ,આ માટે ધ્યાન યોગની સાધના જ સહાય રૂપ થાય છે,અને તેજ ઉત્તમ છે તેમાં કોઈ શંકા જ નથી, આ પ્રાણ ધાતક વાસના અને કામના રૂપી શત્રુ ઓથી જેમને જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે, તેમણે સાવધ રહેવું અત્યંત જરૂરી છે ,આ રીતે આધ્યાત્મના સત્ય રૂપી આદેશો નું તીવ્ર શ્રધ્ધા અને અંત:કારણ પૂર્વક ધ્યાનયોગની સાધનામાં બરાબર સ્થિર થઈને જ પૂર્ણ પદ અને આત્મ સાક્ષાત્કાર નો પરમ આનંદ પ્રાપ્ત કરી શકાય છે, જે જીવનની સિદ્ધિ છે. ધ્યાન યોગની સાધના દ્વારા શુદ્ધિ જ પ્રાપ્ત કરવાની છે .જીવનમાં શુદ્ધિ એજ સિદ્ધિ છે.મોક્ષ છે
મનનો સપૂર્ણ નિગ્રહ માત્રને માત્ર આત્મા જોડે મનનો યોગ એટલે કે જોડાણ કરવાથી જ થઇ શકે છે ,તેથી આપણે આ આધ્યાત્મિક માર્ગ ગ્રહણ કરીને નિગ્રહ કરવાનું નક્કી કરીએ, એટલે નિયમિત રીતે ,નિયમિત સમયે અને નિયમિત સમય સુધી ધ્યાન યોગમાં બેસીએ તે અત્યંત જરૂરી છે ,ને આવશ્ક છે, આપણા આંતરિક મળોને જાણી તેમાંથી નિવૃત થઈએ તોજ આતરિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે , ,
આ રીતે નિયમિત ધ્યાન યોગમાં બેસી મનને આત્મામાં જોડી દઈ જ્યાં સુધી આત્મા કેવળ સત્તા રૂપ થઇ ન રહે ત્યાં સુધી પ્રત્યેક બહિર્મુખ વિચારને બહાર ફેકી દેવાનો ખંત પૂર્વક અને અંત:કારણ થી અભ્યાસ કરવો જોઈએ, જેટલા પ્રમાણમાં આપણી ઇન્દ્રિયો મન અને બુદ્ધિનો સંયમ સાધી શકીશું તેટલા પ્રમાણમાં અવરણીય આનંદ માણી શકીશું, આ આનંદ કેવળને કેવળ આત્મામાં સ્થિર રહેવાના અભ્યાસથી જ આપણને આનંદની પ્રતીતિ થાય છે,
જે માણસ મુક્તિ માટે અંત:કરણ પૂર્વક ખંતથી શુધ્ધ બુદ્ધિ કરીને પ્રયત્ન કરે છે, તે શીધ્ર જ્ઞાન દ્રષ્ટિ માપે જ છે, અને તેના વડે તે આત્માને સર્વ ભૂતોમાં સર્વે ભૂતોને આત્મામાં જુવે છે, એજ જ્ઞાન દશા છે ,વિશાળતા છે, અભયતા છે, અને અહંકાર રહિતતા છે, અનુ નામ પૂર્ણતા છે, .તમામ સંશયની નાબુદી છે,
આવી અનન્ય ભાવથી સાધના કરનાર સાધક અંદર બહાર સર્વત્ર વસતા પરમાત્મામાં નિત્ય યુક્ત રહે છે તે પછી કર્મ કરતા છતાં એ કર્મથી લેપાતો નથી, તે સર્વ સંગોથી મુક્ત બની અળગો જ રહે છે, અને પછી તેના યોગ ક્ષેમનો ભાર પરમાત્મા ઉપાડે છે. એમ ભગવાને ખાતરી આપી જ રાખી છે ,
જ્યારે મન જ કામના ,વાસના ,ઈચ્છા ,આસક્તિ ,મોહ, મમતા, તૃષ્ણા, વગરે રહિત થઈ જાય છે ત્યારે સાધક હું અને મારું ની ભાવનાથી મુક્ત થાય છે,.આવા સાધકથી લોકો ઉદ્વેગ પામતા નથી, તથા તે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે સમતામાં સ્થિર થયો છે, તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે ,તેને પછી સર્વત્ર પરમાત્માના જ દર્શન થાય છે , તે પછી પ્રાણી માત્રને અંતરથી ચાહે છે ,અને તે મિત્રને શત્રુ પ્રત્યે સમદર્શી વ્યવહાર કરે છે, તે પ્રત્યેક વસ્તુને આત્મામાં અને આત્માને પ્રત્યેક વસ્તુમાં જુએ છે, જેથી તે આત્માંમાજ રમણ કરે છે, આત્માથી જ તૃપ્ત રહે છે, અને આત્મામાજ સતોષ માને છે, આ રીતે તે પછી શુધ્ધ આત્મ સત્તાની સ્થીતીમાં રહે છે આવો સાધક કર્મોથી બંધાતો નથી. .
આવું પરમાત્મા મય પદ પામવાનો એક માત્ર માર્ગ હૃદયમાં આત્મા તરીકે વસતા પરમ તત્વ પરમાત્માની સંપૂર્ણ શરણાગતી સ્વીકારી અને સમર્પિત થઈને રહેવાથી તેના અનુગ્રહ થી જ પરમ શાંતિ અને સનાતન ધામની પ્રાપ્તિ શક્ય બને છે, જેને મોક્ષ કહેવામાં આવે છે, ને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે.
જ્યારે માણસ કર્મ કરે છે ત્યારે જે આસક્તિ હોય છે આ આસક્તિનો ક્ષય થવાથી કર્મ કરવા છતાં પણ તેનો આંકડો જ કાપી નાખ્યા જેવું કૃત્ય છે આમ કર્મ સ્વભાવથી જ આંધળા,અચેતન,અને મરેલા જ છે તે પોતાની મેળે કોઈને પકડતા નથી કે કોઈને છોડતા નથી ,કારણકે તે નિર્જીવ છે, કર્મ પોતે સારા પણ નથી ને ખરાબ પણ નથી ,માણસ કર્મમાં પોતાના જીવને મેળવીને પોતાની આસક્તિ ફ્લાશાને લીધેજ તે સારા કે ખોટા શુભાકે અશુભ માણસ મનથી ઠરાવે છે ,એટલે આ મમત્વ યુક્ત આસક્તિ છૂટી તેની સાથેજ કર્મ બંધન છૂટે છે. આમ કર્મ છોડવાથી બંધન મુક્ત થવાતું નથી કારણકે જીવવું એ પણ કર્મ છે એટલે ફળની આશા છોડી કર્મ કરતા રહેવું તેજ ઉત્તમ માર્ગ છે, , એટલે કે ફળની આસક્તિ છૂટી તેની સાથે જ કર્મ બંધન છૂટ્યો પછી કર્મ રહે કે જાય ખરું નેશ્કરમ્ય આમાં જ છુપાયેલું છે,કર્મ છોડવામાં નથી. એટલે ભૂત માત્રમાં જેની સમ બુદ્ધિ થઇ છે તેવો સાધક કર્મ કરેતો પણ તે બંધાતો જ નથી ,અને મોક્ષ પ્રાપ્ત થાય છે ,ચાલો આપણે ધ્યાન યોગની સાધના કરી અનાસક્ત ભાવમાં ,અસગતતા, કર્તૃત્વ રહિતતા પ્રાપ્ત કરીએ અને અહંકાર ને રાગદ્વેષ છોડીને જીવીએ ત્યાજ શાંતિ છે. આમાં કાંઈ જ છોડવાનું નથી કમાવાનું છે મીલ્કત ભેગી કરવાની છે તેમાં ક્યાય અડચણ નથી, માત્ર સત્યના રસ્તે બધુ જ પ્રાપ્ત કરવાનું છે, ને જાગૃતિ પૂર્વક જીવે જવાનું છે. જે માણસ જાગૃતિ પૂર્વક જીવે છે, તેના હાથથી કોઈ ખરાબ કર્મ થતાજ નથી, જે કાઈ જગતમાં ખરાબ કર્મો થાય છે, તે અજાગૃત અવસ્થામાં જ માંણસ કરતો હોય છે એટલે જાગૃતતા પૂર્વક જીવે જીએ એજ જીવન જીવવાની સાચી આધ્યાત્મિક રીત છે ,જાગૃતિ પ્રાપ્ત કરો એજ અભ્યર્થના,
--------------------------------------------------------------------------------------------------------------------